चलते चलते, मेरे ये गीत याद रखना
कभी अलविदा ना कहना
कभी अलविदा ना कहना
मेरा जूता है जापानी ये पतलून इंगलिश्तानी
सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिन्दुस्तानी
(ફિલ્મ : શ્રી ૪૨૦)
X X X X X X X X X
किसी की मुस्कुराहटों पे हो निसार
किसीका दर्द मिल सके तो ले उधार
किसीके वास्ते हो तेरे दिल में प्यार
जीना इसी का नाम है
(ફિલ્મ : અનાડી)
X X X X X X X X X
ए भाई, ज़रा देख के चलो
आगे ही नहीं, पीछे भी
दायें ही नहीं, बायें भी
ऊपर ही नहीं, नीचे भी
और इनसान ये
माल जिसका खाता है
प्यार जिस से पाता है
गीत जिस के गाता है
उसके ही सीने में भौंकता कटार है
(ફિલ્મ : મેરા નામ જોકર)
X X X X X X X X X
ये मेरा प्रेमपत्र पढ़ कर, कि तुम नाराज ना होना
कि तुम मेरी ज़िंदगी हो, कि तुम मेरी बंदगी हो
(ફિલ્મ : સંગમ)
X X X X X X X X X
યાદ આવે છે કંઈ આ પંક્તિઓ ઉપરથી? એક જમાનાનો મેગા શોમેન રાજ કપૂર, ઘણાના દિલ પર એણે રાજ કર્યું, ઘણા એની પાછળ ગાંડા હતા. પણ આ રાજ કપૂર, મેગા શોમેનની વાત થઈ. પ્રોપરેટરી સાયન્સમાં હતા ત્યારે બીજા એક રાજ કપૂર RK સાથે પણ પરિચયમાં આવવાનું થયું. રાજ કપૂરનું નામ આવે એટલે પ્રોપરેટરી સાયન્સમાં ગણિત શીખવતા અમારા પ્રોફેસર ભગવતભાઈ પંડ્યાનું અચૂક સ્મરણ થાય. મારા મોટાભાગના સાથીઓ આ નામથી પરિચિત નહીં હોય. હવે મારે આ ભગવતભાઈ પંડ્યાનો પરિચય કરાવવો છે. રાજ કપૂરની જે જે ફિલ્મો આવે, એમાં એણે જેવાં કપડાં પહેર્યા હોય, તેવાં જ કપડાં આપણા આ પ્રોફેસર સાહેબ સીવડાવે. લાગે પણ અદ્દલ રાજ કપૂર જેવા જ. ગણિત જેવો અઘરો વિષય ભણાવવામાં એમની હથોટી માટેનું જેટલું મોટું નામ એટલું જ નામ એમનું RK તરીકેની ખ્યાતિનું. એ જમાનામાં છોકરાઓ કરતાં છોકરીઓમાં આ વ્યક્તિ વધુ ચાહનાપ્રાપ્ત. આવા આપણા RK ઉર્ફે ભગવતભાઈ પંડ્યાનો એકાએક ફેસબુકના માધ્યમથી સંપર્ક થઈ ગયો. સાહેબે યુનિવર્સિટીમાં ગણિત વિભાગમાં ૧૯૬૦ થી ૧૯૭૭ સુધી ભણાવ્યું અને પછી સયાજીગંજમાં આર.કે. સ્ટડી સેન્ટરના નામે કોચિંગ ક્લાસ શરૂ કર્યાં જેણે પણ જબરજસ્ત લોકચાહના પ્રાપ્ત કરી. આ બધી જંજાળ છોડીને ૧૯૮૩માં પંડ્યાસાહેબ અમેરિકા પહોંચ્યા, જ્યાં આજે પણ કોઈ કોલેજમાં એ ગણિત ભણાવે છે. કોમેન્ટ એમણે ભગવત પંડ્યા તરીકે જ કરી હતી પણ મારા મનમાં એક સવાલ પેદા થયો અને મેં પૂછી નાખ્યું, ‘Sir are you that Raj Kapoor fan?’ અને જે જવાબ મળ્યો તે વાંચીને ક્ષણભર તો હૃદય જાણે કે એક ધબકારો ચૂકી ગયું! જવાબ હતો,
‘Yes I was teaching prep science and was known as RK’
મારો ઋણાનુબંધ પંડ્યાસાહેબ સાથે જુદી રીતે જોડાયેલો. પહેલા ટેસ્ટમાં ગણિતમાં પચાસમાંથી ઝીરો માર્ક આવ્યો. કેમેસ્ટ્રીમાં પણ આવો જ જંગી સ્કોર હતો. પ્રો. જે. એસ. દવે સાહેબે અમારા જેવા વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા હતા. આ પ્રસંગ અગાઉ લખાઈ ગયો છે એટલે બહુ વિગત નથી લખતો પણ એમણે મને RK પાસે મોકલી આપ્યો, ભલામણ કરીને કે આને ગણિત શીખવાડવાનું છે. ટ્યુશનનો એક પણ પૈસો લીધા વગર પંડ્યાસાહેબે મારી ગાડી પાટા પર ચડાવી, તે ત્યાર પછી ક્યારેય ઉતરી નહીં. આવા આપણા સૌના વિદ્યાર્થીપ્રિય પ્રોફેસર RK સાથે એકાએક કાલની ફેસબુકની મારી પોસ્ટને કારણે પરિચયમાં આવવાનું થયું. મજા આવી ગઈ. ચમત્કારો આજે પણ બને છે તેનું આ ઉદાહરણ છે.
વળી પાછા રિયુનિયનની વાત પર આવીએ. આપણા મિત્રોને સમર્પિત આજે ગુલઝારની એક સરસ મજાની રચના લઈ આવ્યો છું, જે નીચે રજૂ કરી છે –
मित्रों को समर्पित
कभी आ भी जाना
बस वैसे ही जैसे
परिंदे आते हैं आंगन में
या अचानक आ जाता है
कोई झोंका ठंडी हवा का
जैसे कभी आती है सुगंध
पड़ोसी की रसोई से......
आना जैसे बच्चा आ जाता
है बगीचे में गेंद लेने
या आती है गिलहरी पूरे
हक़ से मुंडेर पर
जब आओ तो दरवाजे
पर घंटी मत बजाना
पुकारना मुझे नाम लेकर
मुझसे समय लेकर भी मत आना
हाँ , अपना समय साथ लाना
फिर दोनों समय को जोड़
बनाएंगे एक झूला
अतीत और भविष्य के बीच
उस झूले पर जब बतियाएंगे
तो शब्द वैसे ही उतरेंगे
जैसे कागज़ पर उतरते हैं
कविता बन
और जब लौटो तो थोड़ा
मुझे ले जाना साथ
थोड़ा खुद को छोड़े जाना
फिर वापस आने के लिए
खुद को एक-दूसरे से पाने
के लिए।
ખાસ અગત્યની વાત તો એ છે કે આપણે બધાં મળીશું. ત્રણ દિવસનો એ સમયે ઘણાં જૂના સંસ્મરણોને સજીવન કરશે. ૭૦ના દાયકામાં વિહરી રહેલા આપણે એકાએક આપણી ઉંમરના ૧૬ થી ૨૧ વર્ષના સુવર્ણકાળમાં પહોંચી જઈશું. ઘણી ખાટીમીઠી યાદોમાં ખોવાઈ જઈશું, પણ સાથેસાથે એક કડવી વાસ્તવિકતા એ પણ હશે કે એ ત્રણ દિવસ પછી વળી પાછા આપણે સૌ સૌના રસ્તે પડી જઈશું અને ત્યારે ફરી એકવાર ગુલઝારની આ રચનાની છેલ્લી ચાર પંક્તિઓ –
ઔર જબ લૌટા તો થોડા મુઝે લે જાના સાથ
થોડા ખુદ કો છોડે જાના ફિર વાપસ આને કે લિયે
ખુદ કો એક દૂસરે સે પાને કે લિયે !
આપણે આ ધ્યાનમાં રાખીશું
આશા અમર છે
અને એ આશા સાથે જ આપણે છુટા પડીશું
ફીર વાપસ આને કે લિયે ખુદ કો એક દુસરે સે પાને કે લિયે
અને એટલે આ ગાયનની પંક્તિઓ આપણી વિદાય વખતે મનમાં ગૂંજતી હોય તેવું કરીશું
चलते चलते, मेरे ये गीत याद रखना
कभी अलविदा ना कहना
कभी अलविदा ना कहना
रोते हँसते, बस यूँही तुम
गुनगुनाते रहना
कभी अलविदा ना कहना
कभी अलविदा ना कहना
(ફિલ્મ : ચલતે ચલતે)