૨૦૨૦ અને ત્યારબાદ પણ...
સદૈવ બની રહો
મુકદ્દર કા સિકંદર
૨૦૨૦નું વરસ પાપા પગલી માંડી શરૂ થઇ ચૂક્યું છે. આપણે ઈચ્છીએ કે સમગ્ર વિશ્વ માટે આ વરસ હસીખુશીનું અને મંગલમય બની રહે.
હસીખુશીની વાત આવે એટલે એક જમાનાના સર્વોત્કૃષ્ટ હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિનને યાદ કરવો જ પડે.
ચાર્લી ચેપ્લિનનાં કેટલાંક હૃદયસ્પર્શી વિધાનોને પણ ૨૦૨૦ના વરસની શરૂઆતમાં યાદ કરી લેવા જેવાં છે.
૧. આ જગતમાં કશું જ શાશ્વત (કાયમી) નથી. આપણી મુશ્કેલીઓ પણ !
૨. હું વરસાદમાં ચાલવાનું એટલા માટે પસંદ કરું છું કે કોઈ મારાં આંસુ જોઈ ના શકે.
૩. જીવનમાં સૌથી ખરાબ અને વેડફાઇ ગયેલો દિવસ એટલે એવો દિવસ છે જ્યારે આપણે હસ્યા નથી.
૪. જીવનમાં આપણી પાસે જે કાંઈ છે તે વડે જ ખુશખુશાલ રહેવાનું છે. હંમેશા મુસ્કુરાતા રહો !
૫. લાગે કે તમે ખૂબ તનાવમાં છો જે તમને તોડીને ટુકડે ટુકડા કરી નાખશે તો એ સમયે તો એક વિરામ લઇ લો. રિસેસ પાડો અને થોડોક આઈસક્રીમ, ચોકલેટ, કેક કે પછી જે ભાવે તે ઝાપટી લો કારણ કે STRESSED ને ઊંધું કરો તો વંચાશે DESSERTS…
મજા કરો ને બાપુ...!!!
૬. એક સારો મિત્ર જીવન સંજીવની જેવો છે. એ એવી દવા છે કે જે તમને માંદગીમાંથી બેઠા કરી દે છે. એ જ રીતે મિત્રોનું એક સારું ગ્રુપ મેડિકલ સ્ટોર જેવું છે.
૭. આ દુનિયામાં છ સારામાં સારા ડોક્ટર્સ....
અ. સૂર્યપ્રકાશ
બ. આરામ
ક. કસરત
ડ. આહાર
ઇ. આત્મવિશ્વાસ અને
ફ. મિત્રો
છે.
જીવનના દરેક તબક્કે આ બધા જ ડોક્ટર સાથે સંબંધ જાળવી રાખો.
૮. જ્યારે તમે ચંદ્ર જુઓ છો ત્યારે એમાં ઈશ્વરનું સૌંદર્ય જુઓ છો....
જ્યારે સૂર્ય જુઓ છો ત્યારે ઈશ્વરની શક્તિ જુઓ છો...
અને....
તમે જ્યારે દર્પણમાં જુઓ છો ત્યારે તમે ઈશ્વરનું એક ઉત્કૃષ્ટ સર્જન જુઓ છો.
માટે....
તમારામાં વિશ્વાસ રાખો.
આપણે બધા આ દુનિયામાં મુસાફરો છીએ. ઈશ્વર આપણો ટ્રાવેલ એજન્ટ છે જે આપણા પ્રવાસનો રૂટ, ગંતવ્ય સ્થાનો અને રિઝર્વેશન બધું જ નક્કી કરીને બેઠો છે.
એટલે.....
આ મુસાફરી જેને આપણે જિંદગી કહીએ છીએ તેને ભરપૂર માણો.
આનંદો દોસ્તો !!
કારણકે આ જીવન બીજી વાર મળવાનું નથી.
આજનો તે અવસર રળિયામણો.
આજનો દિવસ મઝાથી જીવી નાખો.
૯. ચાર્લી ચેપ્લિનના આ સુવર્ણશબ્દો જેમાં જીવનને જીવી જવાની બધીજ કળાનો બોધ ઠાંસી ઠાંસીને ભરેલો છે તે ૨૦૨૦ ના વર્ષમાં આપને દોરતા રહે.
આપના પોતાના ગણો છો તે સૌને આ બોધ વહેચાજો ને... પ્લીઝ!!
ગમતાનો ગુલાલ કરીને!
સૌને નવા વરસના પ્રથમ દિવસે રંગી નાખો ને !!
અને છેલ્લે...
એ ના ભૂલશો...
તમે ગમે તેવા ખેરખાં હો તો પણ...
रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा
वो मुक़द्दर का सिकन्दर जानेमन कहलाएगा
૨૦૨૦માં અને ત્યારબાદ પણ...
આપ સદૈવ મુકદ્દર કા સિકંદર બની રહો...
એ જ તહેદિલથી શુભકામના... શુભકામના... શુભકામના...














