સુખના રાજમાર્ગ પર ડગલું ભરો - કોઈ તક આખરી નથી
સુખના રાજ માર્ગ પર પહેલું પગલું માંડવાનો નિર્ણય કર્યો?
હું જેવો છું એવો જ ઈશ્વરનું સર્જન છું એ સમજો
એક પ્રસંગ યાદ આવે છે.
સ્વામી વિવેકાનંદ અમેરિકાની મુલાકાતે હતા. શિકાગોમાં આંતરરાષ્ટ્રીય ધર્મ પરિષદ ભરાઈ હતી.
પોતાના ઐતિહાસિક પ્રવચનથી ભારતીય તત્વજ્ઞાન અને જીવન બોધનો એમણે ડંકો વગાડયો.
દરમ્યાનમાં કોઈ પત્રકારે એમને પૂછ્યું કે આ પરિષદમાં બધા સૂટ-બુટમાં બનીઠનીને આવ્યા છે, તમે આ ભગવા વસ્ત્રોમાં સજ્જ છો. તમને લઘુતા ગ્રંથિનો અહેસાસ થાય છે ખરો?
સ્વામીનો જવાબ હતો, ‘ભાઈ, તમારે ત્યાં માણસની પ્રતિભા ઉપસાવવા માટે દરજી જોઈએ છે. અમારે ત્યાં એની અંદરનું હીર અને આત્મબળ પ્રતિભા ઉપસાવે છે.’
પેલો પત્રકાર ચૂપ થઈ ગયો.
નિરાશ થવું, હતાશ થવું, તણાવમાં આવી જવું, મહદઅંશે આપણા પોતાના આત્મબળ પર નિર્ભર છે.
એક સરસ વાત કરવી છે. બધા જ કંઈક મેળવવા માટે, કંઈક બનવા માટે તક ઝડપવા દોડે છે.
એ તક હાથમાં આવી જાય તો એમના મનનો મોરલો થનગાટ કરી ઊઠે છે.
અને..
સરકી જાય તો?
જાણે હાથમાંથી બધુ ઝૂંટવાઈ ગયું હોય એવી હતાશા એમને ઘેરી વળે છે.
કેટલાક માટે આ હતાશા જરા લાંબી ચાલે છે.
કેટલાક ઝડપથી બહાર આવી જાય છે.
કેટલાક આપઘાત સુદ્ધાં કરી લે છે..
તો કેટલાક હતાશા ખંખેરીને આગળ વધે છે.
એક સૂત્ર આપવું છે –
“કોઈ તક આખરી નથી”
દાખલો આપવો છે એક વિદ્યાર્થીનો.
ભણવામાં ખૂબ તેજસ્વી.
પોતાના વર્ગમાં અવ્વલ નંબરે પાસ થાય. એમ કરતાં તેણે IITમાં પ્રવેશ માટેની પરીક્ષા આપી.
પોતે તો તૈયારી કરતો હતો જ
પણ...
પોતાના સહાધ્યાયીઓને પણ શીખવતો હતો.
પરીક્ષા આવી.. સારી ગઈ.
પરિણામ આવ્યું એ ખુશીથી નાચી ઉઠ્યો.
અતિ મુશ્કેલ ગણાતી આ પરીક્ષા તેણે પાસ કરી હતી.
IIT મદ્રાસમાંથી એડમિશન માટે એની પસંદગી થઈ હતી.
ખુશીથી ઊછળતો કૂદતો એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે એણે આ પરીક્ષા પાસ કરી છે.
તેજસ્વી સંતાનના પિતાને જરાય આશ્ચર્ય ન થયું.
એનો દીકરો હંમેશાં પરીક્ષામાં અવ્વલ નંબરે જ ઉત્તીર્ણ થતો.
એણે ઠાવકાઈથી કહ્યું -
બહુ સરસ.
પણ એના દીકરાએ આ વખતે વાત આગળ વધારી અને કહ્યું કે હવે એણે ભણવા માટે મદ્રાસ જવું પડશે, હોસ્ટેલમાં રહેવું પડશે, પૈસા જોઈશે.
પેલા પિતાએ ત્યારે કહ્યું: “જો ભાઈ, તું મારું એક જ સંતાન નથી. તારા ભાઈ-બહેનોની સંખ્યા ખાસ્સી મોટી છે. હું તને આટલા બધા પૈસા ભણવા માટે આપું તો એમના ભણતરનું શું થાય? માટે તારે ભણવું હોય તો જેટલું ભણવું હોય તેટલું ઘરે રહીને ભણ.”
થોડી વાર તો પેલા યુવાન માટે જાણે કે આકાશ તૂટી પડ્યું.
એના પગ નીચેથી જમીન સરકી ગઈ.
એ સ્તબ્ધ અને હતપ્રદ હતો.
એક બહુમૂલ્ય તક અને જીવનનું સ્વપ્ન હાથમાંથી સરી જતાં હતાં.
થોડોક સમય લાગ્યો પણ એણે જાત સાથે સમાધાન કરી લીધું. પિતાની વાત સાચી હતી એ સ્વીકાર્યું,
એ ઘરે રહીને ભણ્યો.
અને એક દિવસ....
IIT મદ્રાસમાં એડમિશન મળવા છતાં દાખલ ન થઈ શકનાર આ વિદ્યાર્થી આગળ જતાં અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટી, વોર્ટન સ્કૂલ, ધ ગ્રેડયુએટ સ્કૂલ ઓફ બિઝનેસ, સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી અને ધી રોહડ્સ ટ્રસ્ટ (ઓક્સફર્ટ) જેવી ખ્યાતિ પ્રાપ્ત યુનિવર્સિટીઓના બોર્ડ મેમ્બર બન્યો.
ઈન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેંટ, અમદાવાદના બોર્ડના ચેરમેન અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન બનવા ઉપરાંત યુનિવસિટી ઓફ ટોકિયો(જાપાન), એઝેક બિઝનેસ સ્કૂલ(ફ્રાંસ), IESE બિઝનેસ સ્કૂલ(સ્પેન) અને FDC (બ્રાઝિલ) તેમજ યેલ યુનિવર્સિટી ઓફ ઈલીનોઇસ, અબ્રાના સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટી, એશિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી(બેંગકોંક) અને ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ, હૈદરાબાદજેવી અનેક સંસ્થાઓના એડવાઈઝરી બોર્ડમાં જોડાયા.
ઇન્ફોસીસ નામની અતિ સફળ આઇટી કંપનીનો સ્થાપક બન્યો.
એનું નામ હતું.
નારાયણ મુર્તિ
સરળ વાત છે, “કોઈ તક આખરી નથી”
જીવનમાં ક્યારેક આવું બને ત્યારે એ યાદ રાખવું કે “એક બારી બંધ થાય છે તો ક્યાંક બીજી બારી ખૂલે છે.”
આવા અનેક દાખલા તમને મળી રહેશે.
કોઈ ચોક્કસ તક મળે તો જ આગળ વધાય તે વાતને અત્યારે જ મનમાંથી કાઢી નાખો.
હકારાત્મક બનો.
બીજી તક તમારે બારણે ટકોરા મારવાની રાહ જુએ છે.
આ માટે નીચેનું ગીત....
तुम आज मेरे संग हँस लो तुम आज मेरे संग गा लो
और हँसते-गाते इस जीवन की उलझी राह सँवारो
तुम आज मेरे ...
शाम का सूरज बिंदिया बन कर सागर में खो जाए
सुबह-सवेरे वो ही सूरज आशा लेकर आए
नई उमंगें नई तरंगें आस की ज्योति जगाए रे आस की ज्योति जगाए
तुम आज मेरे ...
दुख में जो गाए मल्हार वो इन्साँ कहलाए -२
जैसे बंशी के सीने में छेद है फिर भी गाए
गाते-गाते रोए मयूरा फिर भी नाच दिखाए रे फिर भी नाच दिखाए
तुम आज मेरे ... Film : Aashiq (1962) )
હસો, હસતા રહો, હસાવતા રહો.