ભણતરના શરૂઆતના તબક્કે આ એક નાનકડી કવિતાની પંક્તિઓ સાથે પરિચય થયો.
He who knows not, and knows not that he knows not, is a fool; shun him.
He who knows not, and knows that he knows not, is simple; teach him.
He who knows, and knows not that he knows, is asleep; awaken him.
He who knows, and knows that he knows, is wise; follow him.
એનો ગુજરાતી ભાવાનુવાદ –
જે વ્યક્તિ અજ્ઞાન છે અને પોતે અજ્ઞાન છે એ પણ નથી જાણતો, તે મૂર્ખ છે; એને ટાળો
જે વ્યક્તિ અજ્ઞાન છે અને જાણે કે છે પોતે અજ્ઞાન છે, તે સરળ છે; એને શીખવાડો.
એ વ્યક્તિ જે જ્ઞાની છે, અને જાણતો નથી કે પોતે જ્ઞાની છે, તે ઊંઘે છે; એને જગાડો.
એ વ્યક્તિ જે જ્ઞાની છે, અને જાણે છે કે પોતે જ્ઞાની છે, તે ડાહ્યો છે; એને અનુસરો.
સરળ ચાર પંક્તિઓનો ભાવાનુવાદ માણસની પરખ અને એની સાથે કઈ રીતે વરતવું તે અંગેની આ કસોટી વખતે કેવા માણસ સાથે કેવી રીતે વરતવું એની સોનેરી સલાહ આપે છે.
બસ આજે આટલું જ.