નિર્બંધ જીવન, પ્રસિદ્ધિ અને પૈસાની રેલમછેલના વાતાવરણમાં જીવનારા બે ખેલાડીઓનો પ્રસંગ આપણને ઘણું બધું શીખવાડી જાય એવો છે. ચાલો કરીએ શરૂઆત.

આ સમગ્ર પ્રસંગ કુલ ચાર વ્યક્તિઓના જીવનમાં બનેલી સત્યઘટના પર આધારિત છે. ક્રિકેટ થકી પ્રસિદ્ધિ અને પ્રાપ્તિને ચરમસીમાએ પહોચેલા બે દંપતીઓની આ વાત છે. ભારતમાં જ અદભુત લોકપ્રિયતા ધરાવે છે તે ક્રિકેટ તેમજ અન્ય રમતના ક્ષેત્રની આજુબાજુ આ ઘટના આકાર લે છે.

એક યુવા ક્રિકેટર

ખૂબ યુવાન ઉંમરે ભારતીય ટીમમાં આગમન બાદ તેની કેરિયર જીવનની સફળતાના શિખરે હતી તે દરમિયાન

તેણે પોતાની બાળપણની મિત્ર સાથે લગ્ન કરી લીધાં.

પતિ-પત્ની બંને પોતાના લગ્નજીવનથી અનહદ ખુશ હતા.

પતિ રણજી ટ્રોફીમાં એક રાજ્યની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.

એ ટીમમાં એનો એક ખાસ મિત્ર જે આગળ જતાં ભારતીય ટીમનો હિસ્સો બનવાનો હતો તે પણ હતો.

એક દિવસ આ વ્યક્તિની મુલાકાત પેલા દોસ્તની પત્ની સાથે થઈ અને...  

ધીરે ધીરે એની પત્ની પેલા મિત્રને ગમવા લાગી.

બંને વચ્ચે પહેલાં મૈત્રી અને પછી અફેરની શરૂઆત થઈ.

બંને હવે વારંવાર મળવા લાગ્યાં પણ પેલા નિર્દોષ પતિને (ધીરે ધીરે આખી ટીમને ખબર પડી ત્યાં સુધી) એની ગંધ સુદ્ધાં ન આવી.

આ છાનગપતિયાંનાં પરિણામ સ્વરૂપે પેલા કેપ્ટનની પત્ની પેલા યુવાન અને અપરણિત ક્રિકેટરના પ્રેમની ફળશ્રુતિરૂપે ગર્ભવતી બની અને...

તેણે બોમ્બ ફોડ્યો કે એના પેટમાં ઊછરી રહેલ બાળક એના કેપ્ટન પતિનું નહીં પણ પેલા ક્રિકેટર મિત્રનું છે!

કેપ્ટન ક્રિકેટરને આઘાત લાગ્યો.

એ તૂટી ગયો.

એણે પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ ઘણી સમજાવટ બાદ તેની પત્ની નહીં માનતાં છેવટે તેણે છૂટાછેડા લીધા!!!

આ છૂટાછેડાના બીજા જ દિવસે

એની પત્નીએ પેલા કુંવારા ક્રિકેટર સાથે લગ્ન કરી લીધાં અને...

ત્રણ મહિના બાદ બાળકને જન્મ આપ્યો.

કેપ્ટન ક્રિકેટર માનસિક રીતે પડી ભાંગ્યો.

એની સાથે એના જીગરજાન દોસ્ત અને પત્નીએ કરેલા દગાને એ ભૂલી શકતો નહોતો.

છેવટે આ ગમમાંથી એણે સાથી શોધી કાઢ્યો

એ દારૂડિયો થઈ ગયો. રાતદિવસ એક જ કામ, દારૂ પીવાનું

જાણે કે એ દેવદાસ બની ગયો.

એને દેશની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો.

રણજી ટ્રોફી ટીમમાં પણ સતત નિષ્ફળતાને કારણે એણે કેપ્ટનશીપ ગુમાવી અને...

એનો મિત્ર કેપ્ટન બન્યો.

અસફળતા જાણે ખાઈ-પીને એની પાછળ પડી હતી.

એણે આઈપીએલમાંથી પણ પોતાનું સ્થાન ગુમાવ્યું.

હતાશાની આ ચરમસીમાએ એણે જિમ જવાનું બંધ કર્યું

પ્રેક્ટિસ પણ છોડી દીધી

આત્મહત્યા કરવાના વિચારો એનો કબજો લઈ બેઠા.

એક દિવસ અચાનક એનો જિમ ટ્રેનર એના ઘરે પહોંચ્યો

ત્યારે તે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં હતો.

પેલો ટ્રેનર એને જબરજસ્તીથી પકડી જિમમાં લઇ ગયો.

શરૂઆતમાં તો એણે કાંઇ પણ કરવા માટે અસમર્થતા બતાવી. પણ...

પેલો જિમ ટ્રેનર પોતાની વાતમાં અડીગ રહ્યો અને એની ગાડી પાટે ચડાવી.

આ જ જિમમાં સ્ક્વૈશ મહિલા ચેમ્પિયન ખેલાડી પણ આવતી હતી.

આ ક્રિકેટરની હાલત જોઈ એક ખેલાડી તરીકે એને પણ આ કેસમાં રસ પડ્યો.

હવે જિમ ટ્રેનર અને પેલી સ્ક્વૈશ મહિલા ચેમ્પિયન બંનેએ આ ખેલાડીને હતાશામાંથી બહાર લાવવા સખત મહેનત શરૂ કરી.

ફળ મળ્યું.

હવે એની હાલત સુધારા પર હતી

ઘરેલું ક્રિકેટમાં પાછો એણે દબદબો પ્રાપ્ત કર્યો.

બીજી તરફ એનો મિત્ર અને એની પત્ની જેની સાથે પરણી તે ક્રિકેટર સતત ફ્લોપ જવા લાગ્યો,

એની આઇપીએલ ટીમે એને બહાર કાઢ્યો

બાદમાં ભારતીય ટીમમાંથી પણ એને પડતો મૂકવામાં આવ્યો.

કેપ્ટન ક્રિકેટરને આઇપીએલની એક હાઈપ્રોફાઈલ ટીમમાં લેવામાં આવ્યો. એટલું જ નહીં ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો. કેપ્ટન તરીકે આ ક્રિકેટર પોતાની ટીમને ફાઇનલ સુધી લઈ ગયો. ટીમ રનર્સ અપ રહી. કેપ્ટન હવે સફળતાના શિખરે પાછો પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન પેલી સ્ક્વૈશ ચેમ્પિયન સાથે નજીક આવતો ગયો અને બંને લગ્નગ્રંથિથી જોડાયાં.

ક્રિકેટના વિવેચકો તેમજ અન્ય જાણકાર ક્રિકેટ પ્રેમીઓ તેની ઉંમર જોતાં એવું માની રહ્યા હતા કે આ ખેલાડી હવે ઘરડો થઇ રહ્યો છે.

બીજી તરફ ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકેનું સ્થાન એના જેવા જ પણ યુવાન ક્રિકેટરના આગમન થકી ભરાવાની શક્યતાઓ હતી.

સમજદારી દાખવી કેપ્ટને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ જાહેર કરી દીધો.

બીજી તરફ તેમની પત્નીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો!! પણ ફળસ્વરૂપ એની પોતાની રમત રમવાની પણ બંધ થઈ ગઈ.

દરમિયાનમાં ચેન્નઈના પોશ વિસ્તારમાં એક ભવ્ય બંગલો ખરીદી પતિ-પત્ની બંને પોતાનું ગૃહજીવન નિરાંતે ગાળવા લાગ્યાં.

બધાં માટે નવાઈની વાત એ હતી કે બંને પતિ-પત્નીનું કેરિયર પૂરું થવાને આરે છે ત્યારે આ દંપતીએ આટલી મોંઘી પ્રોપર્ટી કેમ ખરીદી હશે? પણ ત્યાં જ તત્કાલિન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન જેને આ ખેલાડીમાં ભરોસો હતો અને એટલે ૨૦૨૨માં આ ટીમે કેપ્ટન ક્રિકેટરને ખરીદી દીધો.

બીજી તરફ એની પત્નીએ પણ પોતાની પ્રોફેશનલ કેરિયરમાં જોડિયા બાળકોને જન્મ આપ્યાના છ મહિના બાદ ફરી ઝંપલાવ્યું

ગ્લાસગો સ્ક્વૈશ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ મહિલાઓની ડબલ્સનો ખિતાબ જીતી લીધો.

પણ હજુ તો શરૂઆત હતી.

૨૦૨૨માં કેપ્ટન ક્રિકેટર ફરી મેદાનમાં ઊતર્યો.

એક બાદ એક મેચમાં એના જોરદાર પ્રદર્શનથી સ્ટેડિયમ ગાજવા માંડ્યુ.

તેણે બેસ્ટ ફિનિશર તરીકેનું માન પ્રાપ્ત કર્યું.

એક મેચમાં આઠ બોલમાં ત્રીસ રન ફટકાર્યા ત્યારે મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીએ ઝૂકીને એનું સન્માન કર્યું

આજના દિવસોમાં આ ક્રિકેટર અત્યંત શાનદાર ખેલાડી છે અને ૩૭ વરસની ઉંમરે પણ વર્લ્ડ ૨૦-૨૦ની ભારતીય ટીમમાં રમવા મજબૂત દાવેદાર છે.

આ કિસ્સો એટલા માટે પ્રેરણાદાયી છે કે એવરેસ્ટના શિખર જેવી સફળતાથી સીધા ખીણમાં ગબડી પડ્યા પણ ફરી ઊભા થઈને કઠોર પરિશ્રમ અને પોતાનામાં શ્રદ્ધા પુનઃસ્થાપિત કરી ફરી એકવાર એવરેસ્ટના શિખરને આંબી શકાય છે અને...

આ ક્રિકેટરનું જીવન આપણને શીખવે છે –

નિરાશ ન થાવ, નિષ્ફળતા તમારા માટે હતાશ થવાનું નહીં પણ અગાઉ કરતા પણ ઉન્નત જીવન જીવવાનું શીખવે છે.

સંયમ રાખીને. દૃઢ પ્રતિબદ્ધતાથી સખત પરિશ્રમ અને પોતાના વિશ્વાસને જરા પણ ડગવા ન દઈને કોઈ પણ પરિસ્થિતિ સામે લડીને લક્ષ્ય સુધી પહોંચી શકાય છે.

નિરાશ ન થાઓ

ડિપ્રેશનમાં આવવાની કોઈ જરૂર નથી

ક્યારેક તમારી સફળતા વિદાય લઈ ચુકી હોય તો એ યાદ રાખો કે બરાબર એ જ રીતે નિષ્ફળતાને પણ તમે વિદાય કરી શકો છો

કોઈ તક આખરી નથી

કોઈ ખરાબ પરિસ્થિતિ કાયમી નથી

નીચેની પંક્તિઓ આ જ વાત કહે છે –

હાઉ કેન યુ ગેટ અપ બોય

ઇફ યુ નેવર ટ્રાય  

ટ્રાય એન્ડ ટ્રાય અગેઇન

યુ વીલ સક્સીડ એટ લાસ્ટ

એટલે તમે ઉભા થવાનો પ્રયત્ન જ નહીં કરો તો ઉભા નહીં થઈ શકો

તમારો વિશ્વાસ ન ગુમાવો

સમય પરિવર્તનશીલ છે

જેમ સફળતા વિદાય લે છે તેમ નિષ્ફળતા પણ એક દિવસ વિદાય લેશે

સવાલ છે ધીરજ અને પ્રતિબદ્ધતા સાથે લક્ષ પર પહોંચી શકાય છે

તૈયાર છો ને હવે?

તો આગળ વધો, સફળતા તમારો ઇન્તજાર કરે છે.

જીવનમાં કોઈ તક આખરી નથી.

એક તક ચૂકી ગયા કે નિષ્ફળ ગયા

બીજી તમારું સ્વાગત કરવા તૈયાર છે.

જરૂર છે હકારાત્મક વિચારો

કઠોર પરિશ્રમ અને...

થોડીક ઈશ્વરકૃપાની પણ,

વિશ્વાસ રાખો

પાર્થના કરો

સતત પ્રયત્નશીલ રહો

સફળતા માટે શુભકામનાઓ 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles